Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Blog Post

आम के आम और गुटलीओ के भी दाम સાબિત થઈ રહેલા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ

December 8, 2021 Uncategorized
आम के आम और गुटलीओ के भी दाम સાબિત થઈ રહેલા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ

आम के आम और गुटलीओ के भी दाम સાબિત થઈ રહેલા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સ

       કરદાતાઓ માટે (ટેક્સ પેયર) માટેનું સૌથી માનીતું સાબિત થઈ રહેલું ઉત્પાદન એટલે મ્યુચ્યુઅલ ફંડ ઇક્વીટી લિંક સેવિંગ્સ સ્કીમ (ELSS) પ્રોડક્ટ.

       આવક કરપાત્ર બને એટલે રોકાણકારને ઉજાગરો શરૂ થઈ જાય. હવે શું કરવું? અને આવા તમામ ઉજાગરો કરી રહેલા રોકાણકારોની ભાંગ્યાની ભેરુ એટલે  આવક વેરાની કલમ 80C. જે અંતર્ગત રોકવામાં આવેલ નાણાકીય વર્ષમાં મહત્તમ રૂ. 1.50 લાખ સુધીના રોકાણ પર ટેક્સ વસુલવામાં આવતો નથી. પરંતુ 80C નું મેનુ સામે આવે એટલે રોકાણકાર ફરી એકવાર માથું ખંજવાળતો થઈ જાય. કારણ કે ઓછામાં ઓછો લોક ઇન પિરીઅડ, ઇચ્છિત લિક્વીડીટી અને વધુમાં વધુ રિટર્ન આ ત્રણેય લાભોને એક જ રોકાણમાં શોધનાર એવા રોકાણકારો મોટા ભાગે પપ્પા જે કરે તે ખરું એવું વલણ પસંદ કરે છે. તે સાવ ખોટું નથી પરંતુ, આજના આધુનિકતાના સમયમાં આજના સમયને અનુરૂપ ઉત્પાદનો વિકસ્યા છે, તેનો પણ અભ્યાસ રોકાણકારે કરવો જરૂરી છે. જુના જમાનામાં ગજુ કાઢેલ ટેસ્ટ મેચ ક્રિકેટનું સ્થાન ૫૦ ઓવરની વન ડે ક્રિકેટ મેચોએ લીધું. અને આજની જનરેશન 20 – 20 ક્રિકેટ મેચો પસંદ કરે છે.

       આમ, 80C માં બાદ લઈ શકાતા રોકાણોના વિકલ્પોમાંનું એક ઉત્પાદન એટલે ELSS મ્યુચ્યુઅલ ફંડ. શેરબજારમાં રોકાણ કરી વૈવિધ્યસભર સ્ટોકસમાં રોકાણ કરી રોકાણકારોને ઇચ્છિત વળતર આપવાની ક્ષમતા આ ઉત્પાદન ધરાવે છે.  જેમાં નીચેના ફાયદાઓના કારણે ELSS મ્યુચ્યુઅલ ફંડ ઉત્પાદનો રોકાણકારો માટે પ્રથમ પસંદ સાબિત થઈ રહ્યા છે.

1) કેવળ ૩ વર્ષનો ( ૩૬ મહિના ) જ લોક-ઇન પિરીયડ.

2) શેરબજારના ગ્રોથનો ફાયદો

3) પ્રોફેશનલ ફંડ મેનેજમેન્ટ

4) કાર્યકુશળ ફંડ મેનેજરોની આવડતનો લાભ

5) સ્ટોક સિલેક્શન માટે Entry અને Exit માટે અતિઆધુનિક સોફ્ટવેરોની મદદ

6) માસિક બચત યોજના દ્વારા શિસ્તપુર્વક રોકાણ કરી (SIP) કુલ વાર્ષિક રોકાણને  મહિને દર મહિને બચત કરવાની સુવિધા.

7) વાર્ષિક રોકાણને માસિક બચત યોજના મારફતે શેરબજાર આધારિત ઉત્પાદનમાં રોકાણ કરી એવરેજ આઉટ કરવાની સુવિધા.

8) ૩ વર્ષ બાદ અંશતઃ લિક્વીડીટીના વિકલ્પની તથા રોકાણ જાળવી રાખી મૂડીવૃદ્ધિ જાળવી રાખવાની સુવિધા.

          આ સાથે ELSS મ્યુચ્યુઅલ ફંડ્સમાં છેલ્લા ૩ વર્ષમાં compounded annualised % વળતરની ગણતરી મુજબ સૌથી વધુ વળતર આપનાર પાંચ અને સૌથી ઓછું વળતર આપનાર પાંચ ELSS મ્યુચ્યુઅલ ફંડ્સની માહિતી નીચે જણાવી છે. જે ELSS પ્રોડક્ટ્સની રોકાણકારોને વળતર આપવાની ક્ષમતા સ્પષ્ટ કરે છે.

List of last 5 ELSS funds:

List of first 5 ELSS funds:

            આપણે છેલ્લાં ૩ વર્ષમાં સરેરાશ મહત્તમ વળતર આપી ચુકેલા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સની તો વાત  જ નથી કરતાં કે જ્યાં રોકાણકારને 35% થી 21% સુધીનું સરેરાશ રિટર્ન મળેલ છે. પરંતુ, ઓછામાં ઓછા રિટર્ન આપી ચુકેલા ELSS મ્યુચ્યુઅલ ફંડ્સે પણ સરેરાશ 13% થી 10% સુધીનું સરેરાશ વળતર રોકાણકારને આપેલ છે. જે અન્ય વિકલ્પોની સાપેક્ષમાં સ્વપ્નસમા જ ગણી શકાય.

            આ બ્લોગથી હું એવું નથી કહેવા માંગતો કે બધું જ રોકાણ ELSS મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ કરવું જોઇએ. પરંતુ, મોટાભાગના રોકાણકારો 80C માં એક જ પ્રકારના ઉત્પાદનમાં બધું જ રોકાણ ઠાલવી દે છે. તેના બદલે તેઓએ રોકાણ પદ્ધતિમાં વૈવિધ્યકરણ ( Diversification )  અપનાવવું જોઇએ અને આ પોર્ટફોલિયોમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ્સને પણ જરૂર સામેલ કરવા જોઇએ. આ અંગે વધુ વિગત સંપર્ક કરો.

Write a comment