निवेश में बढोती और सलामती चाह्ते हो, तो म्युच्युअल फंड सही है ।

છેલ્લા કેટલાક વર્ષોથી સતત ઘટી રહેલા વ્યાજદરો અને વધતી જતી મોંઘવારીએ રોકાણકારોને મુંઝવણમાં મુકી દીધા છે. ભારતીય સમાજ વ્યવસ્થા સામે હાલના બચત ઉત્પાદનો પડકારસમા સાબિત થઈ રહ્યા છે. ભારતમાં લોકો લેન્ડલાઇનમાંથી મોબાઇલ વાપરતા થઈ ગયા, ટપાલમાંથી વોટ્સએપ ને ઇમેઇલ કરતા થઈ ગયા, લ્યુનામાંથી યોબાઇક અને બજાજ સ્કુટરમાંથી બાઇક ચલાવતા થઈ ગયા. પરંતુ, નાણાકીય ઉત્પાદનોમાં આ બદલાવ ઉપભોગના સાધનોની તુલનામાં ઘણો ધીમો આવી રહ્યો છે તેવું સલાહકાર તરીકે મેં અનુભવ્યું છે. આજે પણ ૩ કે ૫ વર્ષ માટે રોકાણ કરવામાં રિકરીંગ યોજનામાં ૬ ટકાથી પણ ઓછા વળતરે પોતાની મહેનતની કમાણી સોંપી અને મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસ.આઇ.પી.) ને અવગણનાર કેટકેટલાય રોકાણકારો છે જે આજે પણ પોતાના નિર્ણયને બિરદાવે છે. તેઓના નિર્ણયને પડકારવાનો મારો કોઇ ઇરાદો નથી, પરંતુ, નાણાકીય સલાહકાર તરીકે રોકાણકારોમાં રોકાણ વિષયક જાગૃતિ કેળવવામાં મદદરૂપ થવું, તે મારી ફરજ સમજી અને આ માહિતી share કરી રહ્યો છું.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયા, AMFI એ તાજેતરમાં માહિતી મુજબ જુલાઇ, ૨૦૨૧ સુધીમાં 4.17 કરોડ એસ.આઇ.પી. ખાતાઓ દ્વારા કુલ 9606 કરોડ રૂપિયા એસ.આઇ.પી. મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે ભેગા થયા. https://www.amfiindia.com/mutual-fund જે પરથી મ્યુચ્યુઅલ ફંડ અને એસ.આઇ.પી. માં રોકાણકારોનો વિશ્ર્વાસ સમજી શકાય છે. મ્યુચ્યુઅલ ફંડનું વૈવિધ્યકરણ એટલે કે 0 થી 3 વર્ષ સુધીનું રોકાણ, 3 થી 5 વર્ષ સુધીનું રોકાણ અને 5 વર્ષથી વધુ વર્ષો માટેનું રોકાણ એમ તમામ પ્રકારના રોકાણ માટે અલગ અલગ પ્રોડક્ટ તથા તેની પારદર્શક્તા મતલબ, તમારા રોકાણની ફંડ વેલ્યૂ એટલે કે નેટ એસેટ વેલ્યૂ રોજેરોજ મ્યુચ્યુઅલ ફંડ કંપની જાહેર કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડને વધુ લોકભોગ્ય બનાવે છે. આ સિવાય રોકાણકારને સલાહકાર સોલ્યુશન પસંદ કરવામાં ઉપયોગી થાય છે. રોકાણકાર પોતાના રોકાણમાં બે અપેક્ષા તો રાખે જ છે, વળતરમાં મોંઘવારી સામે વૃદ્ધિ અને કરેલ રોકાણની સલામતી. નીચે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને વિવિધ કેટેગરીમાં 3 થી 10 વર્ષ રોકાણ સામે મળેલ વળતરની માહિતી આપેલ છે. જે સ્પષ્ટ કરે છે કે જો રોકાણ 3 કે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે છે, તો म्युच्युअल फंड सही है।


https://www.morningstar.in/tools/mutual-fund-category-performance.aspx
લેખ પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરો. તમારા નાણાકીય હેતુ માટે આયોજન કરવા આજે જ સંપર્ક કરો.