વર્ષ ૨૦૨૧નો મારો સંકલ્પ ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદીમાં આત્મનિર્ભર બનીશ…


આ સ્ક્રિનશોટ ભારતમાં તા. 9 જાન્યુઆરી, 2021ને બપોરે 1.11 મિનિટ સુધીના કોવીડ19 મહામારીનો છે.
(સ્ત્રોતઃ https://covidindia.org)

(સ્ત્રોતઃ https://science.thewire.in/health/india-covid-19-mortality-comorbidities-age-health-ministry)
આ માહિતી મુજબ ભારતમાં કોવીડ19થી ગેરહાજર થનાર પૈકી 50% નજીકના લોકો 60 વર્ષ થી ઓછી ઉંમરના છે. બાળકોની સંખ્યાનું 15% અનુમાન કરીએ તો પણ 35% લોકો, એટલે કે 1,50,835 મૃતકોના ૩૫% એટલે કે 52,792 લોકો 22 થી 59 વર્ષની ઉંમરના, કમાનાર છે. જેમના પરિવારો છે. અને આ પરિવારોએ કેવળ વ્યક્તિ જ નથી ગુમાવી પરંતુ, તેમના થકી મહિને-દર-મહિને આવતી આવક એટલે કે લિક્વીડીટી પણ ગુમાવી છે. રોજબરોજનો નિર્વાહ, અભ્યાસ ખર્ચ, લીધેલ લોનના હપ્તા તેમજ ફરજિયાત આવવાની છે, તે જવાબદારીઓ, જેમકે સંતાનોના ઉચ્ચ અભ્યાસખર્ચ, લગ્નનો ખર્ચ તેમજ નિવૃત્તિજીવન, તે માટે શરૂ કરેલ બચતોના હપ્તા.
કોરોના તો હમણા આવ્યો, ભારત વર્ષોથી બીજી એક મહામારીનો સામનો કરી રહ્યો છે, જીવન વીમા અંગે જાગૃતિનો અભાવ.
ભારત સરકારે જ્યારે વિકસીત દેશો સામે ભારતના વીમા ઉત્પાદનોની સરખામણી કરી ત્યારે તેઓને ધ્યાનમાં આવ્યું કે વિકસીત દેશોમાં જીવન વીમા ઉત્પાદનોમાં ઘણું જ વૈવિધ્ય છે. વિકસીત દેશોમાં જીવન વીમો સર્વસ્વિકૃત છે. કારણ કે ત્યાં દરેક માણસ જીવનની અનિશ્ર્ચિતતા અને તેના કારણે પરિવાર પર તોળાતા આર્થિક અસલામતીના જોખમથી સુપેરે માહિતગાર છે. અને તે માટે કમાવાની શરૂઆતના વર્ષોમાં જ ત્યાં લોકો ટર્મ જીવન વીમા ઉત્પાદન ખરીદી અને પરિવારોને આર્થિક સલામતી પુરી પાડે છે.
ત્યાં જીવન વીમા ઉત્પાદકો અનેકાનેક છે. જ્યારે ભારતમાં જીવન વીમા ઉત્પાદનમાં ઇજારાશાહી હતી, જો ઉત્પાદકો વધે, તો હરિફાઇ વિકસે, જો હરિફાઇ વધે, તો ગ્રાહકોને વાજબી ભાવે બહેતર જીવન વીમા ઉત્પાદનો મળતા થાય. જેટલા વધુ ઉત્પાદકો તેટલો વધુ પ્રચાર, તેટલી વધુ જાગૃત્તિ. જેટલા વધુ ઉત્પાદકો, તેટલી વધુ રોજગારી. આ ઉપરાંત, વિના રોકાણે જીવન વીમા સલાહકાર પુરક રોજગારીની પણ બહોળી તકો ઉપલબ્ધ છે.
મલ્હોત્રા સમિતિએ ભારત સરકારને વીમા ઉદ્યોગના ઉત્પાદન અને વેચાણની માળખાગત ખામીઓ અને તેને નિવારવા માટેના સૂચનો સાથેનો વિસ્તૃત અહેવાલ રજુ કર્યો અને ભારત સરકારે આ અહેવાલનો સ્વિકાર કર્યો, જીવન વીમા ઉત્પાદનોમાં ઇ.સ. 1956થી ચાલી આવતી ઇજારાશાહીના સ્થાને ભારતની પ્રજાને હરિફાઇયુક્ત જીવન વીમા વેપારની ભેટ આપી. અને નિયંત્રણ પોતાના હાથમાં લીધુ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાની જેમ. આ સંસ્થા INSURANCE REGULATORY AND DEVELOPMENT AUTHORITY OF INDIA નામથી કાર્યરત છે.
હવે દડો આપણા કોટમાં છે. ટર્મ ઇન્સ્યોરન્સનું બીજું કોઇ હરીફ ઉત્પાદન નથી. જેટલી નાની ઉંમરે ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદો, તેટલો તે સસ્તો પડશે. ટર્મ ઇન્સ્યોરન્સ એ પરિવારની આર્થિક સલામતી માટે છે. ખુબ જ નજીવા પ્રિમીયમમાં જીવનભરમાં આપણે જે કમાવાના હોઇએ તે તમામ રકમ જો દરમિયાનમાં આપણી ગેરહાજરી થાય તો પરિવારને ચુકવવાની જવાબદારી માથે લે છે. ટર્મ ઇન્સ્યોરન્સ સાથે અકસ્માત મૃત્યુ, ગંભીર બિમારી કે અપંગતા વિગેરે રાઇડરો પણ ઉપલબ્ધ હોય છે. કૌટુંબિક બિમારી ઇતિહાસ, કામ કરવાના પ્રકાર કે પદ્ધતિ વિગેરે મુજબ જે પ્રકારનું વધારાનું જોખમ અનુભવાતું હોય, તે મુજબ ગ્રાહક અલગથી પ્રિમીયમ ચુકવી અને તે ઉમેરી શકે છે.
ભારતમાં આજે પણ જાગૃત્તિ સામે ટર્મ ઇન્સ્યોરન્સ લેવામાં યુવાનો નિરસ છે. મહદઅંશે તેઓ આની ગંભીરતા સમજવામાં જ નિષ્ફળ હોય છે. અથવા વડિલો દ્વારા અપનાવેલ રોકાણ પદ્ધતિ યુવાન રોકાણકારોનો આદર્શ હોય છે. જીવન વીમા સલાહકાર તેમને સમજાવવા પણ આવ્યો હોય છે. પરંતુ, યુવાનો ટર્મ ઇન્સ્યોરન્સ ખરીદવામાં મોટે ભાગે નિરસતા જ દાખવે છે.
તમારી ઉંમર પણ ૨૧ થી ૫૦ વર્ષ વચ્ચે છે, તમે પણ જો બ્રેડ વિનર છો, તો કેટલું જીવન વીમા પ્રિમીયમ ભરો છો તે નહિ તમે ગેરહાજર થાવ તો કુલ કેટલી રકમ વીમા કંપની પરિવારને ચુકવશે તે ગણતરી કરજો. ૬૦ વર્ષ સુધી આપણે કમાતા હોઇએ, તમારી ઉંમર ૬૦ માંથી બાદ કરો, હવે જે બાકી રહેલા કમાતા વર્ષો આવ્યા તેને આજની વાર્ષિક આવક સાથે ગુણી નાંખો. જો તેની આજુબાજુ વીમારકમ તમારી છે તો જીવન વીમા ઉત્પાદન લેવાની જરૂર નથી. નહિતર મને ફોન કરો.
ટર્મ ઇન્સ્યોરન્સ આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સી આઉટપુટ છે. તમારા પરિવારને આજના સમયમાં આ પ્રોટેક્શનની સૌથી પહેલી આવશ્યક્તા છે. જેટલી નાની ઉંમરે ટર્મ ઇન્સ્યોરન્સ લેશો, સસ્તો પડશે. પરિવાર છે, તો તેને આર્થિક સુરક્ષા આપવાની ફરજ પણ આપણી જ છે. વાહન શો રૂમથી બહાર નિકળે તે પહેલા તેનો વીમો કરાવી લઈએ છીએ. જ્યારે પોતાનો હોવો જોઇએ તેનાથી અડધો પણ માંડ હોય છે. તો વર્ષ ૨૦૨૧ની શરૂઆત પરિવારની આર્થિક સુરક્ષાના સંકલ્પથી કરીએ, જરૂર છે, તેટલો ટર્મ ઇન્સ્યોરન્સ લઈ અને પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરીએ.
ફરી મળીશું નવા સંકલ્પ સાથે. નમસ્કાર.