સવાલ પરિવારની આર્થિક સુરક્ષાનો છે, જાણવું કે અજાણ રહેવું તમારી મરજી.

નકારી ન શકાય તેવી હકિકત છે કે મોટા ભાગના રોકાણકારો જીવન વીમા સલાહકારો સાથેની મુલાકાત ટાળે છે. પરંતુ, વાસ્તવિકતામાં મહદ્દઅંશે રોકાણકાર પાસે પુરતો જીવન વીમો હોતો નથી. રોકાણકાર પાસે તેની ઉંમર મુજબ નીચે જણાવેલ મુજબ જીવન વીમો હોવો જોઇએ. જે મુજબ મોટા ભાગના ભારતીયો અંશતઃ જીવન વીમો ધરાવે છે.
મોટે ભાગે સેવિંગ્સ સોલ્યુશન હોય છે, જેમાં પ્રિમીયમના કેટલાકગણું પ્રોટેક્શન અને સમયાંતરે રોકેલ પ્રિમીયમનું વળતર સમાયેલ છે. આ દરેક રોકાણકારોની મુંઝવણ છે. તેઓ અંશતઃ જીવન વીમો ધરાવે છે, પરંતુ, નવા જીવન વીમા કરાર માટે નિરસતા દાખવે છે. હકિકત એ છે કે જેઓ ટર્મ ઇન્સ્યોરન્સ ધરાવે છે, તેઓ પણ લાંબા સમયની ગેરેન્ટી તેમજ ટેક્ષ બેનિફિટ માટે સંતાનોના અભ્યાસ કે લગ્ન વ્યવસ્થા માટે કે આનંદપ્રદ નિવૃત્તિ માટે અલગથી સેવિંગ સોલ્યુશનલેતા જ હોય છે. મતલબ કે પરિવારની સંપુર્ણ આર્થિક સુરક્ષા એક અલગ નાણાકીય હેતુ છે, અને સેવિંગ સોલ્યુશન એ અલગ. અને દરેક રોકાણકાર માટે અલગ અલગ નાણાકીય હેતુઓ માટે યોગ્ય લાઇફ ઇન્સ્યોરન્સ સોલ્યુશન હોવું જોઇએ. જે નીચે આપેલ વીડિઓમાં સુંદર રીતે ડોક્યુમેન્ટ થયેલ છે.
આજે ટર્મ ઇન્સ્યોરન્સમાં અનેકવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. કમાતી ઉંમર સુધીના પ્રોટેક્શનની સાથે સાથે આજીવનનો ટર્મ ઇન્સ્યોરન્સ પણ ઉપલબ્ધ છે. રિફંડ ઓફ પ્રિમીયમ ઉપરાંત ભરેલ પ્રિમીયમની મૂડીવૃદ્ધિ ઇચ્છતા રોકાણકારો માટે ટર્મ ઇન્સ્યોરન્સ કમ મ્યુચ્યુઅલ ફંડ પ્રોડક્ટસ, કે જેમાં ભરેલ પ્રિમીયમનું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ થાય અને મેચ્યોરીટી પર હયાતીના કિસ્સામાં શેરબજારની મૂડીવૃદ્ધિ મળે તથા ગેરેન્ટી પસંદ કરતા રોકાણકારો માટે આજીવન પેન્શનની આવક સાથેના પણ ટર્મ પ્લાન્સ પણ ઉપલબ્ધ છે.
ભારતમાં સરકાર અને જીવન વીમા ઉત્પાદકો સતત કંઇક નવું ટર્મ ઇન્સ્યોરન્સ સાથે ગ્રાહકો માટે ઉત્પાદન કરી રહ્યા છે, પરંતુ હજુ ભારતમાં બહુ ઓછા લોકો સંપુર્ણ જીવન વીમા કરાર સાથે જોવા મળે છે.
સવાર થી સાંજ સુધી આઠ થી બાર કલાક કામ કરનાર પરિવારનો બ્રેડ વિનર પરિવારની ખુશી માટે મોંઘીદાટ મોટર કાર હસતા હસતા ખરીદી લે છે. તે માટે લોન પણ લઈ લેશે. ૧૦ લાખની કિંમતની ગાડીનો ઇન્સ્યોરન્સ, તે જ પરિવારને આજીવન આર્થિક સુરક્ષા આપવા બાબતે માહિતી મેળવવામાં અને ટર્મ ઇન્સ્યોરન્સ લેવામાં મોટા ભાગના રોકાણકારો મોઢું ફેરવી લે છે. કોવીડ મહામારીમાં આપણે મૃત્યુની અનિશ્ર્ચિતતા ખુબ નજીકથી જોઇ ચુક્યા છીએ. મૃત્યુ ટાળી નથી શકાતું પરંતુ, કમાનારની અકાળે ગેરહાજરીથી જે સંભવિત આવક ગુમાવી દેવાનું જોખમ છે, તે ટર્મ ઇન્સ્યોરન્સ કરારથી ચોક્કસ ટાળી શકાય છે. હજુ મોડું નથી થયું, સલાહકાર જો પોતાને મળતા નજીવા કમિશન માટે સામેથી તમને મળવા સંપર્ક કરી શકતો હોય, તો રોકાણકારના તો પરિવારની આર્થિક સુરક્ષાનો સવાલ છે, તેઓએ પણ થોડો સમય ફાળવી અને જાણકારી લેવા સંપર્ક કરવો જોઇએ. નાણાકીય આયોજનમાં એક ખોટો નિર્ણય પરિવારની આર્થિક સુરક્ષાનું જોખમ ઊભુ કરી દેવા કાફી છે. માટે જ જીવન વીમો ખરીદતા પહેલા સંપર્ક કરો.