Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Blog Post

લાંબા ગાળાના રોકાણ માટે એકમાત્ર મહામંત્ર, Diversification भवतु ।

લાંબા ગાળાના રોકાણ માટે એકમાત્ર મહામંત્ર, Diversification भवतु ।

લાંબા ગાળાના રોકાણ માટે એકમાત્ર મહામંત્ર, Diversification भवतु ।

મોટા ભાગે રોકાણકારોનો એક જ એજન્ડા હોય છે, ગ્રોથ, અને તે પણ કાલ મળતો હોય તો પરમ દિવસ નથી કરવી. ભારતમાં ઇક્વીટી નિવડેલ નફાકારક ઉત્પાદન છે. પરંતુ, કંપનીના ગ્રોથ સાથે ઊભા રહ્યા હોય તેવા ઓછા રોકાણકારો હોય છે. મોટા ભાગે શેરબજારના રોકાણમાં સરકાર અને બ્રોકર્સ કોઇપણ સ્થિતિમાં ફાયદામાં રહેતા હોય છે, કારણ કે બંન્ને રોકાણકારોની નાડ બરાબર જાણે છે.

જોવાની ખુબી એ છે કે શેરબજારમાંથી મળતો નફો પણ રોકાણકાર સલામત કે આંશિક સલામત નાણાકીય ઉત્પાદનમાં park નથી કરતો. તેને પણ વધુ નફો મેળવવા ફરી શેરબજારને જ સોંપી દે છે. અને પરિણામે ગોળી અને ગોફણ બંન્ને ગુમાવવાનું જોખમ રહે છે, તે જાણતો હોવા છતાં ભારતીય રોકાણકાર તે જોખમ વ્હાલું કરશે પરંતુ, ઓછા વળતરને જાકારો આપશે. આજ મારો આજનો વિષય છે, રોકાણકારોએ પોતાના પોર્ટફોલીયોમાં ગેરેન્ટી, ગ્રોથ, પ્રોટેકશન, ટેક્ષ બેનિફિટ અને લિક્વીડીટી જેવા તમામ ઉત્પાદનો પોતાના પોર્ટફોલિયોમાં ભેગા કરવા જોઇએ. અને દરેક નાણાકીય હેતુ માટે અલગ-અલગ રોકાણ અને તેમાં લાંબા ગાળાના રોકાણમાં વૈવિધ્યકરણ (Diversification) અપનાવવું જોઇએ. દરેકની બે બાજુઓ હોય છે તેમ શેરબજારની પણ ઓછા સમયમાં વધુ નફો કમાવી આપવાની ક્ષમતા સામે ઓછા સમયમાં નુક્શાન કરાવવાની પણ ધરાવે છે. શેરબજાર દેશના તેમજ વિદેશના સમાચારોથી પ્રભાવિત થતું હોય છે. લાંબા સમયના કાળખંડમાં બધુ જ અનિશ્ર્ચિત હોય છે.

નીચે દર્શાવેલ ઇમેજ પરથી આ વાત સમજવી વધુ સરળ રહેશે.

વળી કેટલાક રોકાણકારો કેવળ ગેરેન્ટી આપતા ઉત્પાદનોને જ પસંદ કરતા હોય છે. ભારતમાં સરેરાશ દર ૧૦  વર્ષે ૩% જેટલો વ્યાજદરોમાં ઘટાડો નોંધાયો છે. અને વૈશ્ર્વિક ધોરણે જોવા જઈએ તો ભારત વિકસી રહેલું અર્થતંત્ર છે જે વિક્સીત દેશોના માળખાને અનુસરવાનો પ્રયાસ કરે છે. વિક્સીત દેશોમાં ગેરેન્ટેડ પ્રોડક્ટ્સમાં ૨ થી ૩% વ્યાજદરો અમલમાં છે. કેટલાક દેશોમાં નેગેટીવ વ્યાજદરો છે. મતલબ, તમારા પૈસાને સુરક્ષિત સાચવવા બેંક સામેથી પૈસા વસુલે છે. એટલે આજે જ્યાં ૬%ની આસપાસ વ્યાજદરો છે, ત્યાં આવનારા વર્ષોમાં યથાવત અથવા ઘટાડો સંભવિત છે. જ્યારે મોંઘવારી વધી રહી છે. મતલબ, માત્ર ગેરેન્ટેડ રિટર્ન આપતા ઉત્પાદનોમાં નાણા જ્યારે પરત મળશે, ત્યારે ઓછી ખરીદશક્તિ સાથે મળશે. ૦૨ ઓગસ્ટ, ૨૦૨૧ના ચિત્રલેખાનું મુખપૃષ્ઠ આ વાતનું સાક્ષી છે, જેની ઇમેજ પણ અત્રે ઉપલબ્ધ છે.

આ વળતર ટેક્ષેબલ હોય તો વાસ્તવિક વળતર ( પોસ્ટ ટેક્ષ રિટર્ન ) વધારે ઘટીને મળે છે, જે પડ્યા ઉપર પાટા જેવો ઘાટ ગણી શકાય. જેઓ ૨૦% કે ૩૦% ના ટેક્ષ સ્લેબમાં છે, તેઓ વાત વધુ સારી રીતે સમજી શકશે ! Long Term Financial Goals માં બે બાબતો સર્વસામાન્ય હોય છે, સંતાનનો ભાવિ અભ્યાસખર્ચ અને નિવૃત્તિ આયોજન.

એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ બંન્ને ક્ષેત્રો મોંઘવારી વધવામાં સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. જેમાં અભ્યાસખર્ચ સાથે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝ અને વધતી ઉંમરે નિયમિત મેડીકલ ચેકઅપ અને ડાયાબીટીઝ કે બી.પી. વિગેરેના કિસ્સામાં નિયમિત દવાઓનો ખર્ચ જોડાય છે. મતલબ બે સૌથી મોંઘી થઈ રહેલી વ્યવસ્થાઓને પહોંચી વળવા મોટા ભાગે કાં તો સાવ અસલામત ઉત્પાદનોમાં રોકાણ કરતા જાય છે અથવા કેવળ ગેરેન્ટેડ પ્રોડક્ટ્સમાં. પરંતુ, આ બંન્ને નાણાકીય હેતુઓના આયોજનમાં સલામત એટલે કે ફીક્સ ડિપોઝીટ્સ તેમજ વીમાકૃત બચત ઉત્પાદનો વિગેરે, અંશતઃ સલામત ઉત્પાદનો કે જેમાં મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તેમજ બોનસ આધારિત વીમાકૃત ઉત્પાદનો તેમજ અસલામત પ્રોડક્ટ્સ જેવીકે શેરબજાર વિગેરેનું કોમ્બીનેશન વધુ સલાહ ભરેલ છે. આ મિશ્રણથી રોકાણકારની મોટા ભાગની જરૂરિયાતો જેમ કે મોંઘવારીથી વધારે સરેરાશ વળતર તેમજ લિક્વીડીટી તેમજ પ્રોટેક્શન સચવાય જાય છે. લાંબા સમયના હેતુઓ માટે આ તમામ બાબતોનો સુમેળ હોવો આવશ્યક છે.

આપને આ લેખ કેવો લાગ્યો તેની કોમેન્ટ જરૂરથી કરો. આ મુદ્દો દરેક પરિવારને સ્પર્શે છે, તો તમારા સર્કલમાં જરૂરથી શેર કરો અને તમારા નાણાકીય આયોજન માટે જરૂરથી સંપર્ક કરો.

Write a comment