Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Blog Post

Long Term Financial Planning

Long Term Financial Planning

ચાઇલ્ડ સેવિંગ્સ અને રિટાયરમેન્ટ સેવિંગ્સનું આયોજન એટલે કોવિડની મહામારી સામે રક્ષણનું આયોજન.
જુલાઇ, ૨૦૨૦માં શ્રીકોરોના વાયરસ મારા શરીરમાં મહેમાન બની ચુકેલ અને આજે બંન્ને રસી લીધા પછી પણ હું બિનચુક બે માસ્ક પહેરું છું, હાથને વખતોવખત સેનિટાઇઝ કરતો રહું છું અને રોગ સામે લડવા માટેની ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેની માહિતી મેળવવા પ્રયત્નશીલ રહું છું. હવે ચોમેર કહેવાય છે શ્રી કોરોના વાયરસનો ઉપદ્રવ સમી રહ્યો છે, પણ પંદર દિવસનું આઇસોલેશન અને બીજી લહેરમાં નાની ઉંમરના સ્વજનોની થયેલ ગેરહાજરીથી વ્યાપી ગયેલ ભય શક્ય હોય તો આજે પણ WORK FROM HOME પસંદ કરે છે. આજે પણ ઇશ્ર્વર પાસે દુશ્મનને પણ શ્રી કોરોના વાયરસગ્રસ્ત ન થાય તેવી પ્રાર્થના કરતો ફરું છું.
ગુગલગુરૂની કૃપાથી જેમ બિમારીની સારવાર પણ વિષય નિષ્ણાંત વિના અમલમાં જોવા મળે છે, તેવી જ રીતે ૧૨/૧૫ વર્ષ કે તેનાથી વધુ વર્ષો માટેના હેતુઓ જેમકે ચાઇલ્ડ સેવિંગ્સ કે રિટાયરમેન્ટ પ્લાનીંગ માટે નાણાકીય આયોજન કરવાનું હોય ત્યારે પણ રોકાણકારો ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને આધાર બનાવી અને રોકાણ કરવાની માનસિકતા ધરાવે છે. આ તમામ માહિતી આજ દિન સુધીની હોય છે, જેના આધારે રોકાણકાર આવનારા ૧૨/૧૫ વર્ષ પછીનું આયોજન કરે છે. મતલબ, વર્તમાન અને ભુતકાળના આંકડાઓના આધારે ભવિષ્યનું આયોજન એટલે પાછળ આવતા વાહનોને જોતાં જોતાં રસ્તા પર આગળ આપણું વાહન ચલાવવું.
જેમ ગળ્યું સૌને ભાવે તેમ વધુ વળતર દરેક રોકાણકારને ગમે. એટલે જ ગેરેન્ટેડ વળતર આપતું નાણાકીય ઉત્પાદન, વેરીએબલ (નોન-ગેરેન્ટેડ) વળતર આપતા વળતરની સાપેક્ષમાં રોકાણકારોને ઓછું આકર્ષક લાગતું હોય છે. અને આ વધુ વળતર મેળવી લેવાની ઇચ્છામાં રોકાણકાર જોખમીપણુ, ઘટતા જતા વ્યાજદરો, વધતી મોંઘવારી, ટેક્ષ વિગેરે મુદ્દાઓથી આંખ આડા કાન કરે છે. અને પોતાની બચતનું વૈવિધ્યકરણ કરવાના બદલે મહત્તમ રોકાણ એક જ પ્રકારના નાણાકીય ઉત્પાદનમાં રોકી બેસે છે. પરિણામે અમુક વર્ગ આ હેતુ પાર પડે તે પહેલા જ રોકાણ પાછું ખેંચી લે છે. અને તેનો હેતુ વધારે સંઘર્ષમય બની જાય છે.
જેઓના સંતાનો ૦ થી ૭ વર્ષના છે, તેઓએ તેના ભાવિ શિક્ષણ માટે એક ગેરેન્ટેડ રિટર્ન આપતી પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઇએ અને એક SIP કરવી જોઇએ. ગેરેન્ટેડ રિટર્ન આપતા ઉત્પાદનોમાં જીવન વીમા ઉત્પાદનને અગ્રતા આપવી, આ ઉત્પાદનો રોકાણકારોને એકીસાથે રોકાણ કરવાની બદલે ૫/૧૦/૧૨ વર્ષના હપ્તામાં રોકાણ કરવાની તક આપે છે. બીજું કે પહેલા જ દિવસથી ઓછામાં ઓછું ૧૧ ગણો જીવન વીમારક્ષણ આપે છે. આથી, રોકાણ હંમેશા કમાનારના નામથી જ કરવું, હેતુ કેવળ બાળકના ભાવિ અભ્યાસનો સમજવો. ત્રીજું આ પ્રોડક્ટ્માં અમુક વર્ષો પ્રિમીયમ ભર્યા બાદ લિક્વીડીટીની રકમ નિશ્ર્ચિત હોઇ, રોકાણકારને માનસિક શાંતિ અનુભવાય છે. ચોથું, જીવન વીમાકૃત ઉત્પાદનોમાં થતું રોકાણ 80C અંતર્ગત 1.50 લાખ સુધી ઇન્કમ ટેક્ષમાંથી બાદ લઈ શકાય છે. તેમજ આવનાર તમામ વળતર કે જીવન વીમાની રકમ 10(10)D અંતર્ગત ટેક્ષ ફ્રી હોય છે.
આજના સમયમાં ૨૫ થી ૪૫ વર્ષ સુધી એક સરખી 6% ની ગેરેન્ટી અને ટેક્ષ બેનિફિટ આપતી ઘણા સરસ ઉત્પાદનો છે, જે માટે વિશેષ માહિતી મેળવવી હોય તો કેવળ તમારું નામ અને મોબાઇલ નંબર મોકલી અને મેળવી શકો છો.
તમારી ઇચ્છિત રકમ સામે ગેરેન્ટેડ વળતરનું આયોજન કર્યા બાદ જે બાકી રહે છે, તે રકમ માટે બીજું શસ્ત્ર છે, મ્યુચ્યુઅલ ફંડ SIP.
ચાઇલ્ડ સેવિંગ કે રિટાયરમેન્ટ પ્લાનીંગમાં બે વાત સામાન્ય છે. સંયમ અને ધીરજ. મોટા ભાગે આ બે ગુણો કેળવીને જ રોકાણકાર પોતાના લાંબા ગાળાના હેતુઓ માનસિક શાંતિ સાથે પાર પાડી શકે છે.

Taggs:
Write a comment