Mutual Funds Welcome Product for FD lovers
August 14, 2021
LIFE INSURANCE, MUTUAL FUNDS

Mutual Funds Welcome Product for FD lovers
કેવળ ભાવનગર જ નહિ, ભારતભરમાં નિવૃત્ત કર્મચારીઓ બાગ બગીચાઓમાં, જોગર્સ પાર્કમાં કે મંદિરના બાકડાઓમાં ચર્ચતા જોવા મળે છે, તે મુદ્દો છે ઘટતા જતા વ્યાજ દરોનો. ભારતમાં સરેરાશ દર ૧૦ વર્ષે ૩% જેટલો વ્યાજદર ઘટે છે. અને મોંઘવારી સતત વધી રહી છે. પરિણામે આજે બચત કરેલ રૂપિયો વર્ષોવરસ પછી વ્યાજ ઉમેરીને મળે તો પણ આજના સાપેક્ષમાં રૂપિયો તેની ખરીદશક્તિ ગુમાવીને મળે છે. નોન-ગેરેન્ટેડ પ્રોડક્ટ્સમાં મૂલ્ય વધ-ઘટ થયા કરવાની ચિંતા રોકાણકારોને સતાવે છે. અને મોટા ભાગના રોકાણકારો ઉજાગરે સૂવા કરતા રૂપિયાનું અવમૂલ્યન વ્હાલું કરે છે. જેઓ બેંક કરતા ૨ થી ૩% વધુ વળતર અપેક્ષા રાખે છે, ઓછુ વળતર ચાલશે પણ વધુ જોખમ લેવું નથી એવી માનસિકતા કે પરિસ્થિતિના રોકાણકારો માટે સૌથી સરળ વિકલ્પ છે, મ્યુચ્યુઅલ ફંડ.
મ્યુચ્યુઅલ ફંડ નોન-ગેરેન્ટેડ પ્રોડક્ટ્સમાં છેલ્લા ઘણા સમયથી રોકાણકારોમાં સૌથી લોકપ્રિય પૈકી એક સાબિત થઈ રહ્યું છે. જેના મુખ્ય ૫ કારણો છે.
(૧) જેવો હેતુ, તેવી પ્રોડક્ટ.
(૨) નાણાકીય સલાહકાર દ્વારા પ્રોડક્ટ સિલેક્શન
(૩) વળતર
(૪) લિક્વીડીટી અને
(૫) ટેક્ષ બેનિફિટ.
તારીખ ૧૨ ઓગષ્ટ થી ૨૫ ઓગષ્ટ, ૨૦૨૧ સુધી ભારતની સૌથી મોટી એસેટ મેનેજ કરતી કંપનીઓ પૈકી એક, SBI મ્યુચ્યુઅલ ફંડ કંપની તમામ FD ચાહકો માટે લાવી રહ્યુ છે SBI બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ.
આ ફંડ બજાર ને અનુરૂપ ઈક્વિટી અને ડેટ અલોકેશન કરી પોર્ટફોલીઓ સંતુલિત કરે. જે બજાર ના ઉતાર-ચડાવ ને ધટાડે છે. માર્કેટ જ્યારે નીચું હોય ત્યારે ઇક્વિટી વધારે છે (નીચા માર્કેટમાં માં રોકાણની તક જડપે છે) તથા માર્કેટ જ્યારે ઊંચું હોય ત્યારે ઇક્વિટી માં રોકાણ ઘટાડે છે (ઊંચા માર્કેટમાં પ્રોફિટ બુક કરી જોખમ ઘટાડે છે), જે માર્કેટના ઉતાર-ચડાવ વચ્ચે વચ્ચે ઈક્વિટી - ડેટ વચ્ચેનું સમતોલન કરી ઓછા જોખમે સારું વળતર આપે છે. અત્યારે સેન્સેક્સ ૫૪૦૦૦+ છે, તો આ કેટેગરીમાં ૩૦ થી ૪૦ % જ ઇક્વીટી ફંડ મેનેજરો રાખતા હોય છે. બાકીનું ફંડ ડેબ્ટ ફંડમાં સલામત કરી દે છે. જ્યારે માર્ચ, ૨૦૨૦માં જ્યારે સેન્સેક્સ ૨૬૦૦૦ પર હતો તે સમયમાં આ કેટેગરીમાં ૬૦% કે તેથી વધુ ઇક્વીટીમાં રોકાણ થયેલ. બાદમાં જેમ જેમ સેન્સેક્સ વધતો ગયો, તેમ તેમ નફો બુક કરી અને ડેબ્ટ ફંડમાં પાર્ક થતો ગયો. મતલબ આ હાઇબ્રીડ ફંડ સલામતી અને સરેરાશ વધુ વળતર બંન્ને ફાયદાઓ રોકાણકારને આપવા સક્ષમ છે. શરત કેવળ એટલી છે કે રોકાણ કરો ત્યારે ઓછામાં ઓછું ૩ વર્ષ માટે ભુલી જવાની તૈયારી સાથે રોકાણ કરવું. અને જો ખરેખર રોકાણકાર ૩ વર્ષ સુધી આ ફંડમાં રોકાણ રાખે છે, તો ઓછામાં ઓછા ૮ થી ૯% વળતરની અપેક્ષા તે રાખી શકે છે કારણ કે સિનિયર બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડોએ ૩ વર્ષથી ૧૨ વર્ષમાં સરેરાશ ૯ ટકા કે તેથી વધુ વળતર રોકાણકારોને આપેલ છે.
વધુ વિગત માટે સંપર્ક કરો અથવા મેસેજ કરો.