Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Chittarth P Mehta

Mutual Fund Distributor

Business Partner

Life Planner

Blog Post

WHY LIFE AND HEALTH INSURANCE ARE NECESSARY?

November 25, 2022 LIFE INSURANCE
WHY LIFE AND HEALTH INSURANCE ARE NECESSARY?

તા. ૨૩ નવેમ્બર, ૨૦૨૨ ને બુધવારે મહુવાની સરકારી કચેરીમાં રક્ષાકરણ સેમિનાર ટાટા એ.આઇ.એ. લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં તેમજ કેર હેલ્થ ઇન્સ્યોરન્સમાં જોડાયેલ શ્રી કમલભાઇ મહેતા દ્વારા ગોઠવવામાં આવેલ. જેમાં જીવન વીમા ઉત્પાદનનું સાચુ મહત્વ ભરાતા પ્રિમીયમ ઇન્કમટેક્ષમાં 80C માંબાદ મેળવવાનું નથી પરંતુ, પોતાના નાણાકીય હેતુઓ જેવાકે પરિવારની સંપુર્ણ આર્થિક સુરક્ષા, સંતાનના અભ્યાસ ખર્ચને રક્ષિત કરવું, સંતાનના લગ્નખર્ચ ને રક્ષિત કરવું કે પોતાના અને પોતાના જીવન સાથીના નિવૃત્તિ જીવનને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે. તે અંગે ટુંકમાં વાત કરેલ અને પ્રશ્ર્નોત્તરી પણ કરેલ. જેમાં કેટલો જીવનવીમો હોવો જોઇએ અને કેટલો જીવન વીમો છે? તે અંગે ઉપસ્થિત કર્મચારીગણ સાથે વાતચીત થયેલ. જેમાં હોવો જોઇએ એટલો જીવન વીમો એક પણ કર્મચારી પાસે ન હોતો. જે કોવીડ ની મહામારી બાદ પણ જનજીવન યથાવત થઈ ગયું. લગભગ બધા જ લોકો નાની ઉંમરના મૃત્યુના સાક્ષી છે, પરંતુ, હજુ ભારતમાં મોટા ભાગના પરિવારો આર્થિક સુરક્ષાના મામલે અલ્પસુરક્ષિત જ છે. હાલ ટાટા એ.આઇ.એ. વાર્ષિક કેવળ ૩ લાખની આવક ધરાવતા પગારદારોને પણ પોતાના ટર્મ પ્લાન આપી રહ્યા છે. જે આ મધ્યમ વર્ગીય આવક ધરાવતા નોકરીયાતો માટે સારામાં સારી તક છે. જે અંગે માહિતી અને લાભ દરેક ૩ લાખ કે તેથી વધુ આવક ધરાવતા પગારદાર કર્મચારીઓએ લેવો જોઇએ. આપ 94081 87250 / 63530 19279 પર ફોન કરી અને તમારી હ્યુમન લાઇફ વેલ્યુ તેમજ ઉપલભ્ધ વિકલ્પ અંગે જાણકારી મેળવી શકો છો.

નાણાકીય હેતુઓને સુરક્ષિત કરવા માટેનું આટલુ જ આવશ્યક ઉત્પાદન છે સ્વાસ્થ્ય વીમો. મોંઘી થતી જતી તબીબી સારવાર, નાની ઉંમરે વધતી જતી બિમારીઓ તેમજ પેઢી દર પેઢી નબળી પડી રહેલી ઇમ્યુનીટી તેમજ સ્વાસ્થ્ય વીમામાં સંકળાયેલ બિમારી અંગેના વેઇટીંગ પિરીયડ્સ તેમજ આજના સમયમાં સંપુર્ણ પરિવારના સ્વાસ્થ્ય વીમાનું મહત્વ પણ ચર્ચવામાં આવેલ. જેમાં સરકાર દ્વારા ચુકવાતા તબીબી ખર્ચાઓ અને રિટેઇલ ફેમીલી હેલ્થ ઇન્સ્યોરન્સ અંગે માહિતી અંગે ખુબ જ ઉપયોગી એવી વાત કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીના પ્રતિનિધિ શ્રી કૃતાર્થ મહેતાએ ઉપસ્થિત સર્વે કર્મચારીઓને જણાવેલ. જેમાં (૧) સંતાનોને અમુક ઉંમર પછી સરકારી સંસ્થા દ્વારા મળતા લાભોથી વંચિત કરવામાં આવેલ છે. તેમજ (૨) નિવૃત્તિ બાદ કે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની સવિશેષ જરૂરિયાત હોય, ત્યારે કર્મચારીને નોકરીકાળ દરમિયાન મળેલ તબીબી ખર્ચાઓના લાભથી વંચિત કરવામાં આવે ત્યારે તે રિટેઇલ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા જાય તો વધી ગયેલ ઉંમરના કારણે ખુબ જ ઊંચુ પ્રિમીયમ ચુકવવાનું આવે. તેમજ કોઇ ને કોઇ બિમારી, ડાયાબીટીસ કે બ્લડ પ્રેશર કે કોઇ અન્ય ઘર કરી ગઈ હોવાના સંજોગોમાં હયાત બિમારી માટે અલગથી વેઇટીંગ પણ લાગુ પડે. આવા કારણોસર મોટા ભાગે નિવૃત થયેલ કર્મચારીઓ રિટેઇલ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદી કરવામાં નિરસતા દાખવે છે. આવા સંજોગોમાં ઇન્ક્મ ટેક્ષમાં 80D નો લાભ મેળવવાના લાભ ઉપરાંત જો ટેક્ષેબલ ઇન્કમ ન થતી હોય તો નાની ઉંમરે ઓછું પ્રિમીયમ અને વેઇટીંગ પિરીયડના લાભ કે જે હેલ્થ ઈન્સ્યોરન્સના મુખ્ય લાભો છે, તે સ્વિકારી અને દરેકે નાની ઉંમરે જ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. નહિતર કારકિર્દી દરમિયાન બચાવેલ હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રિમીયમ કરતા મોટી ઉંમરે આવતો તબીબી ખર્ચ અનેકગણો વધારે મોંઘો પડે છે.

આ સમગ્ર સેમિનારને સફળ બનાવવામાં જે તે સરકારી સંસ્થાના પદાધિકારીશ્રીઓ તેમજ પોતાનો કિંમતી સમય ફાળવીને ઉપસ્થિત રહેનાર તમામ કર્મચારીગણ તેમજ શ્રી કૃતાર્થભાઇ મહેતા તેમજ શ્રી કમલભાઇ મહેતાનો ખુબ ખુબ આભાર.

Taggs:
Write a comment